Samachar Gujarat

News of Tuesday, 1st October, 2013

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વિસનગરની ધુમાડો કાઢતી લોખંડ ગાળવાની કંપનીને નોટિસ ફટકારી : દસ દિવસમાં ખુલાસો કરવો પડશે

   વિસનગર : શહેરના ગુંજા રોડ પર આવેલ લોખંડ ગાળવાની એક કંપનીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરી હવામાં પ્રદૂષણ ફેલાતુ હોવાના કારણદર્શક નોટિસ પાઠવી દિવસ દસમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્‍યું છે.

   વિસનગર-વડનગર રોડ પર આવેલી એ.આઈ.ઈસ્‍પાત નામની કંપનીમાં રાત્રીના સુમારે લોખંડ ગાળવાની પ્રવૃતિ કરવામાં આવે છે. જો કે આ પ્રક્રિયા દરમીયાન કંપનીમાંથી ધૂમાડો નિકળતો ધુમાડો માનવજાત માટે હાનિકારક હોઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજુઆતો ઉઠવા પામી હતી. થોડા સમય પૂર્વે જીપીસીબીની મહેસાણા કચેરીના અધિકારી મહિડા દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમીયાન કંપનીમાં હવા પ્રદૂષણ રોકવા માટેનું સાધન બેગ ફીલ્‍ટર, હુડ તથા ધુમાડો ઉંચે સુધી જાય તે માટેની ચિમની ન હોવાનું જણાયું હતું. મહેસાણા સ્‍થિત કચેરીના અધિકારીએ ગાંધીનગર કચેરીએ અહેવાલ મોકલી આપતાં વિસનગરની એ.આઈ. ઈસ્‍પાત કંપનીને કારણદર્શક નોટિસ પાઠવી દિવસ દસમાં ખુલાસો કરવા જણાવાયું છે. હાલમાં તો બધુ માત્ર કાગળ પર થઈ રહ્યું છે. સાચુ તારણ મેળવી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાચી દિશામાં કાર્યવાહી કરે તેવી લોક લાગણી ઉઠવા પામી છે. હાલમાં જયારે હવાના પ્રદૂષણથી ફેલાતા રોગો વધ્‍યા છે ત્‍યારે જીપીસીબીની કાર્યવાહી પ્રશંશનીય કહી શકાય.

 (07:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS